ભારતમાં ઇસ્લામિક સ્ટેટ પ્રાયોજિત હુમલાની તકો વધી છે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને આસામ આઇએસના હોટ ટાર્ગેટ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, તુર્કી, રશિયા અને ઇઝરાયેલી દૂતાવાસો ઉપરાંત મહત્ત્વના સ્થળોની સુરક્ષા વધારાઇ સીરિયા અને ઇરાકમાં હાહાકાર મચાવ્યા પછી દુનિયાના અન્ય દેશોમાં ખિલાફતની સ્થાપના માટે આતંકવાદી હુમલા કરી રહેલું આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ભારતમાં પણ હુમલા કરે તેવી ચેતવણી કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા અપાઇ છે. પેરિસમાં આતંકવાદી હુમલા બાદ ગૃહમંત્રાલયે દેશના તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરી સુરક્ષાની સમીક્ષાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા સોમવારે રાજ્યોને જારી કરાયેલી એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે આમ તો ભારતમાં ઇસ્લામિક સ્ટેટની હાજરી જણાતી નથી પરંતુ કેટલાક યુવાનોને કટ્ટરવાદના માર્ગે દોરવા અને સ્થાનિક વસતીના ચોક્કસ તબકાઓને આકર્ષવામાં સફળ રહ્યું છે. આઇએસની પ્રવૃત્તિઓ પ્રત્યે કેટલાક ભારતીયો આકર્ષાયાં છે. તે ઉપરાંત ભારતમાં સક્રિય આતંકી સંગઠનો ઇસ્લામિક સ્ટેટને સમર્થન આપે તેવી સંભાવનાઓને જોતાં

No comments:
Post a Comment